ભારતે ટી20 સીરીઝમાં શ્રીલંકાને ક્લિન સ્વીપ કર્યું, સીરીઝ 3-0 થી જીતી લીધી

Updated: Tue, Nov 30 -0001 00:00 IST

મુંબઇ : ભારતીય ટીમે વાનખેડે સ્ટેડિયમમાં ટી20 સીરીઝની અંતિમ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાને 5 વિકેટે હરાવી 3-0થી શ્રેણી જીતી લીધી. લૉ-સ્કોરિંગ મેચમાં ભારતે છેલ્લી ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતને જીતવા માટે 7 બોલમાં 9 રનની જરૂર હતી ત્યારે દિનેશ કાર્તિકે એક શાનદાર સિક્સ ફટાકારી ભારતને મેચમાં જીતની નજીક લાવી દીધું હતું. ભારત તરફથી મનીષ પાંડેએ 32, શ્રેયસ અય્યરે 30 અને કેપ્ટન રોહિત શર્માએ 27 રન બનાવ્યા હતા.

અંતિમ ક્ષણોમાં કાર્તિક અને ધોનીની ઉપયોગી ઈનિંગ્સ

136 રનના સામાન્ય સ્કોરનો પીછો કરી રહેલી ભારતીય ટીમે એક સમયે 108 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને આખરી ચાર ઓવરમાં ભારતને 28 રન કરવાના હતા. આ સમયે જો ભારતે વધુ એક વિકેટ ગુમાવી દીધી હોત તો તે મુશ્કેલીમાં મુકાઈ જાત પણ ધોની-કાર્તિકે મક્કમતાથી બેટિંગ કરી ભારતને છેલ્લી ઓવરમાં જીત અપાવી દીધી હતી. કાર્તિકે 12 બોલમાં 18 રન જ્યારે ધોનીએ 10 બોલમાં 16 રનની નાની પણ મહત્વની ઈનિંગ રમી હતી.

ભારતીય બોલરોએ લંકાને 135 સુધી સીમીત રાખ્યું

ભારત-શ્રીલંકા ટી20 સીરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં શ્રીલંકાએ ભારત સામે જીત માટે 136 રનનો આસાન ટાર્ગેટ મૂક્યો હતો. શ્રીલંકા તરફથી અસેલા ગુણરત્નેના 36 અને દાસુન શનાકાના નોટઆઉટ 29 રનની મદદથી 20 ઓવર્સમાં 7 વિકેટે 135 રનનો સ્કોર બનાવી શકી. ભારત તરફથી જયદેવ ઉનડકટ અને હાર્દિક પંડ્યાએ 2-2 જ્યારે વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ ઝડપી.

ભારતે નવોદિતોની આપી તક

ભારતીય ટીમે શ્રીલંકા સામેની ટી20 સીરીઝ 2-0 થી જીતી ગઇ હોય અંતિમ ઓપચારીક મેચમાં યુવા ખેલાડીઓને તક આપી હતી. જેમાં મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી આંતરરાષ્ટ્રિય ટી20 મેચમાં ડેબ્યુ કરાવ્યું હતું.

सबसे ज्यादा पढ़ी गई खबरें